આપણી ધરોહર આપણી ઓળખ આઈના મહેલ દિવાનચોક
નવી શરૂઆત.. આપણી ધરોહર આપણી ઓળખ.. થી
આઈના મહેલ એ આજના દીવાન ચોક માં વિસર્જિત એવા દરબાર હોલ મ્યુઝીયમ ના ઉપર ના ભાગે આવેલ છે. જેમાના એક ઓરડા માં છત તેમજ ફરતી દીવાલોએ બેલ્જિયમ ના કાચ ના કિંમતી અરીસા જડેલ છે. જૂનાગઢ ના નવાબો નાચગાન અને મુજરા ના શોખીન ન હતા, છતાં આ ઓરડા માં નાચગાન અને મુજરા ના કાર્યક્રમો ગોઠવાતા અને નવાબ રસૂલખાનજી ના યુવરાજ શેર ઝુમ્માખાનજી તેનો ઉપયોગ કરતા હતા.
આઈના મહેલ નવાબ મહાબતખાનજી બીજા ના કાળ માં જૂનાગઢ ના અભણ એવા જેઠા ભગા મિસ્ત્રી એ બાંધ્યો હતો..
તેના બાંધકામ પાછળ ૨૫૦૮૦૬ કોરી નો ખર્ચ લાગ્યો હતો અને પછી ૨૯૭૩ કોરી ના ખર્ચે રિપેર કરવા માં આવ્યો હતો.
આપણી સરકારે તો તેને વર્ષો થી ખોલ્યો નથી કે કોઈ ને સરળતા થી જોવા દેવા માં આવતો નથી. તેથી તે અરીસાઓ અને હોલ નાશ થવાની તૈયારી માં છે. જો હજુ આ વાંચીને કોઈ જાગે અને તેને જૂનાગઢ ની સાંસ્કૃતિક આ વિરાસત ને બચાવવાનો ઉમંગ આવે તો કશુંક બચાવી શકાય તેમ છે. બાકી તો આ આઈના મહેલ ઇતિહાસ ના પાને જ રહેશેઅને ભાવિ પેઢી અને કલાપ્રેમી લોકો આપણી ઉપર ફિટકાર વરસાવશે કે આપણા હાથે જ જૂનાગઢ નો વારસો ધૂળધાણી થોડાક વર્ષો માંજ થઇ ગયો અને આપડે જોતા જ રહી ગયા. જુનાગઢ માં હજુ પણ આવી ઢગલા બંધ પુરાતન વિરાસતો ધરબાયેલી પડી છે. જેનું સમારકામ કરવું જરૂરી છે. આપના મંતવ્યો જરૂર જણાવજો..
લેખન સંદર્ભ : "તસવીરો માં જૂનાગઢ"
લેખકો : ડો. પ્રદ્યુમ્ન ભ. ખાચર, ડો.ધીરુભાઈ પી. વાળા
તસવીર સંદર્ભ : German Photographer Robert Huber #SafedHaathi
Thanks to Mahavir Vank
#HeritageJunagadh #VoiceofJunagadh #HistoricalCity #Junagadh
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો